ગુજરાત કોંગ્રેસનો સવાલ, ભાજપ પૂર્વમંત્રીઓના ઘર ક્યારે ખાલી કરાવશે? પૂર્ણેશ મોદી સહિત અનેક નેતાઓએ સરકારી ઘર નથી કર્યા ખાલી!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:20:12

રાહુલ ગાંધી પર ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનું સરાકરી ઘર ખાલી કરી દીધું હતું. આ વાતને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે મંત્રી પદ ગયા બાદ પણ અનેક મંત્રીઓ એવા છે જેમણે સરકારી ઘર ખાલી નથી કર્યું. આ મંત્રીઓની વાત કરીએ તો તેમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરનાર પૂર્ણેશ મોદીનો સમાવેશ થાય છે. 


રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો!   

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. કાં તો એ પોતે ચર્ચામાં હોય છે અથવા તો તેમના નામની ચર્ચા થતી હોય છે. ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જે મામલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. સાંસદ પદ પણ રદ્દ થયું હતું અને 19 વર્ષથી રહેતા સરકારી બંગલાને પણ ખાલી કરવો પડ્યો છે. ત્યારે થોડા દિવસોથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અનેક વર્ષોથી સાંસદ અથવા ધારાસભ્ય ન હોવા છતાંય અનેક નેતાઓ સરકારી બંગલામાં રહી રહ્યા છે. આ વાતનો મુદ્દો કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. 


ગુજરાતના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા!

રાજીવ ભવન ખાતે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે ભાજપે રાજકીય કિન્નાખોરી રાખીને રાહુલ ગાંધીને સંસદ સભ્યના પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા 19 વર્ષથી જે બંગલોમાં તે રહેતા આવ્યા હતા તે બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ હસ્તા મોઢે ઘર ખાલી પણ કરી દીધું હતું. પણ બીજી બાજુ ભારત અને ગુજરાતમાં સરકારની તાનાશાહી ચાલે છે, લોકોના રુપિયે તાયફા અને ઉત્સવો કરાઈ રહ્યા છે. તેનું ઉદાહરણ છે કે ગુજરાતના પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરના સરકારી બંગલો ખાલી કરતા નથી. 


આ નેતાઓએ ઘર ખાલી કર્યા ન હતા! 

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરનાર ભાજપના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદી પણ છે જેમણે સરકારી બંગલો ખાલી નથી કર્યો. તે ઉપરાંત પૂર્વમંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડિયાએ પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. એ પણ ઉમેર્યું કે અગાઉની રૂપાણી સરકાર સાથે હાંકી કાઢવામાં આવેલા જયેશ રાદડિયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથ સોલંકી,ભૂપેન્દ્ર ચૂડાસમા, સૌરભ પેટેલ, નીતિન પટેલ, ઈશ્વર પટેલ, વિભાવરી દવે, વાસણ આહીર, પરસોત્તમ સોલંકી, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા અને રમણલાલ પાટકરે પણ સરકારી બંગલા પાછા  આપ્યા ન હતા. થોડા સમય પહેલા સમાચાર હતા કે હાલના મંત્રીઓને બંગલો નહીં મળતા તેઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે કોંગ્રેસની માગ છે કે પૂર્વ મંત્રીઓ નૈતિકતાથી બંગલા ખાલી કરે, નથી કર્યા તેમને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવે જેથી લોકોના રુપિયાનો ખોટો વ્યર્થ થતો અટકાવી શકાય.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.