ભારતમાં નકલી દવાઓની સમસ્યા બહુ જુની અને વ્યાપક છે. દેશના લોકો માટે પણ નકલી દવાની ઓળખ કરવી તે ખુબ મુશ્કેલ કામ છે. જો કે હવે આ સમસ્યાથી રાહત મળે તે માટે સરકારે દવાની ઓળખ કરવા માટે તેના qr-code છાપવાનો નિયમ બનાવ્યો છે.
દરેક દવાઓ પર હશે qr-code
ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમના પહેલા તબક્કામાં દવાની બોટલ, જાર, કેન, ટ્યુબ પર qr-code છાપવામાં આવશે. આ qr-codeને તેમના મોબાઈલથી સ્કેન કરવા પર આ દવા અસલી છે કે નકલી તે લોકોને ખબર પડી જશે. કેન્દ્ર સરકારે 300 કોમન ટ્રેંડની દવા પર qr-code કોડ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ વિટામીન, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અને કેન્સર વગેરે રોગની કોમન દવાના સ્ટાન્ડર્ડ નિર્ધારીત કર્યા છે. સરકારના આ પગલાથી ડોલો,સેરેડોન, કોરેક્સ, એલેગ્રા જેવી બ્રાંડ પર અસર પડી શકે છે. આ વર્ષે જુનમાં જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને આ મહિને ફાઈનલ કરવામાં આવ્યો છે. દવા ઉદ્યોગોએ તેનો અમલ કરવા માટે 18 મહિનાનો સમય માગ્યો છે.
NPPAએ 300 દવાની યાદી તૈયાર કરી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ qr-code કોડનો નિયમના અમલ માટે મેડિસિન એક્ટ 1945માં અનેક સુધારા કર્યા છે. માર્ચમાં કેન્દ્ર સરકારે 300 દવાઓની એક યાદી જાહેર કરીને કહ્યું હતું કે જેને qr-code કોડ લાગુ કરવાની પહેલી યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ NPPAએ આ દવાઓની એક યાદી તૈયાર કરી હતી. જેમાં પેઈન કિલર, વિટામિન, ડાયાબિટીસ, ગર્ભનિરોધક અને બ્લડ પ્રેસર જેવી દવાઓનો સમાવેશ થાય છે.