કતારમાં મૃત્યુદંડની સજા પામનારા 8 ભારતીયોને હાશકારો, ફાંસીની સજા કરાઈ મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-12-28 17:30:38

કતારમાં ધરપકડ કરાયેલા 8 ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓની ફાંસીની સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરવામાં આવેલા 8 પૂર્વ નેવી અધિકારીઓને એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ અધિકારીઓ પર કતારમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. 


શું કહ્યું વિદેશ મંત્રાલયે?


આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે કતારમાં આપણા રાજદૂત અને અન્ય અધિકારી પરિવારના સભ્યો સાથે આજે અપીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમે મામલાની શરુઆતથી તેમની સાથે ઊભા છીએ. અને તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે આ મામલાને કતારના અધિકારી સમક્ષ ઉઠાવવાનું ચાલુ રાખીશું. આ મામલાની કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિના કારણે, હાલમાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.


અલ દહરા કંપનીમાં કામ કરતા હતા


કતારમાં નેવીના જે 8 ભારતીયોને મોતની સજા સંભળાવી હતી, તે તમામ અલ દહરા કંપનીમાં કામ કરતા હતા. કતારની કોર્ટે ઓક્ટોબર મહિનામાં આ તમામને મોતની સજા સંભળાવી હતી. ત્યારથી વિદેશ મંત્રાલય સતત આ પૂર્વ અધિકારીઓની મદદમાં લાગેલું હતું અને મામલા પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું હતું. ગત મહિને જ વિદેશ મંત્રાલયે આ પૂર્વ અધિકારીઓ સુધી કાઉન્સિલર પહોંચાડવામાં મદદ મળી હતી. ત્યાર બાદ આ મામલામાં ફરી વાર અપીલ કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.