એ હાલો... પીવી સિંધુ પણ ગરબે ઘૂમયાં....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:36:52

ભારતનો સૌથી મોટો ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં નીરજ ચોપરાથી લઇને પીવી સિંધુ જેવા રમતવીરોએ હાજરી આપી હતી. જ્યારે અત્યારે નવરાત્રીનો પાવન પર્વ ચાલે છે ત્યારે જે ગુજરાત આવે ગરબે ઘૂમ્યા વગર કઈ રીતે જઈ શકે? તો બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ગુરવારે રાતે ગરબાની મજા માણી હતી. ખેલાડી અમદાવાદમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમવા માટે પહોંચ્યા હતા. તેમનો ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 

PMની પ્રશંસા પણ કરી!!!
પીવી સિંધુએ PM મોદીની પ્રશંસા કરતાં કહ્યું, વડાપ્રધાને સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે, તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાન સાથે બધાને વાત કરવાનો ચાન્સ નથી મળતો પરંતુ અમારી સાથે ઘણી સારી રીતે ડિસ્કશન કરે છે.”

 
પીવી સિંધુએ રમતવીરોને સલાહ આપી..
પીવી સિંધુએ ચર્ચામાં પોતાની ગેમ વિશે વાત કરી હતી. સિંધુએ કહ્યું હતું કે, ઓલોમ્પિક પહેલા પણ ઘણી ટુર્નામેન્ટ રમવાની છે. પહેલા એવું હતું કે, ચાઈના સામે રમવું ઘણું અઘરું હતું. પરંતુ હવે ગેમ બદલાઈ છે, આપણે પણ હવે ચાઈનાને ફાઈટ આપવા લાગ્યા છીએ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?