મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા-2! આ તારીખે ફિલ્મનું ટિઝર થઈ શકે છે રિલીઝ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-20 17:12:33

સમગ્ર વિશ્વમાં અલ્લૂ અર્જુનની ફિલ્મ પૂષ્પા: ધ રાઈઝએ તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું સીક્વલ આવનાર સમયમાં આવી રહ્યું છે. આ ફિલ્મના સીક્વલ બનાવા મેકર્સ જી જાન લગાવી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ આવતા મહિને જ્યારે અલ્લૂ અર્જૂનનો બર્થડે છે તે દિવસે 'પુષ્પા 2 ધ રૂલ'નું ટીઝર રિલીઝ થઈ શકે છે. 


દર્શકોમાં ફિલ્મને લઈ જોવા મળ્યો ઉત્સાહ 

વર્ષ 2021માં અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ આવી હતી. આ ફિલ્મે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. સમગ્ર દેશમાં આ ફિલ્મને સારી લોકચાહના મળી હતી. તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મે બોલિવુડમાં અનેક રેકોર્ડ સર્જયા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે રિલીઝ થશે તેને લઈ દર્શકોમાં કુતુહલ જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. 

    

અલ્લુ અર્જૂનના જન્મદિવસે ટીઝર થઈ શકે છે રિલીઝ 

મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જૂનના બર્થ ડેના દિવસે પુષ્પા-2નું ટીઝર રિલીઝ થઈ શકે છે. બેંગલુરૂ ખાતે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. મલ્યાલમ એક્ટર પણ આવનાર દિવસોમાં આ ફિલ્મમાં જોડાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. ત્રણ મિનીટનું એક્શન ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થઈ શકે છે. મ્યઝિક અને બેક ગ્રાઉન્ડ મ્યુઝિકને લઈ કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 


પૂરજોશમાં ચાલી રહ્યું છે પુષ્પા-2નું શૂટિંગ 

પુષ્પા ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલ વધારે હટકે હોય વધારે દમદાર હોય તે માટે મેકર્સ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. વધારે મહેનત આ ફિલ્મ પાછળ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈ કોઈ જાણકારી આવે તે પહેલા જ સોશિયલ મીડિયા પર આ આવનારી ફિલ્મને લઈ ક્રેજ હમણાંથી જોવા મળી રહ્યો છે. દર્શકો આ ફિલ્મને લઈ ઘણા આતુર હોય તેવું લાગી રહ્યું છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?