પૂર્ણેશ મોદી મંત્રી છે, પણ લખતાં પહેલાં વિચારતા નથી. લખીને ડિલીટ કરી દેવાનો શું અર્થ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 16:19:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હિંદુ મુસ્લીમની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. લોકોને ખરા મુદ્દાઓથી ભટકાવવા માટે અને ધાર્મિક મુદ્દાઓ સુધી જ સમિત રાખવા માટે વર્ષોથી આવા પ્રકારના વલણો રાજકીય પાર્ટી વાપરતી હોય છે અને લોકોને ભ્રમિત કરતી હોય છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ હિંદુ-મુસ્લીમ બાબતે ટ્વીટ કરી હતી જે તેમણે ડિલિટ પણ કરી દીધી છે. 


શું કરી હતી ટ્વીટ?

પૂર્ણેશ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી હતી કે બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લીમના પરિવાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. તે તમામ લોકો પોતાની દિકરીઓને પાકિસ્તાનીઓ સાથે પરણાવે છે. 


બેટ દ્વારકામાં મસ્જિદોની સંખ્યા વધી રહી છે

ટ્વિટ કરતા જણાવ્યું કે બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લીમ પરિવારોના સંબંધ પાકિસ્તાન સાથે છે. 2005ના સેટેલાઈટ મેપમાં બેટ દ્વારિકાની અંદર માત્ર 6 દરગાહો હતી જે 2022માં વધીને 78 થઈ ગઈ છે. 


સ્ટ્રાઈક ઓન દ્વારકા લેન્ડ જેહાદ હેશટેગ સાથે કરી ટ્વીટ

પૂર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશન મામલે ટ્વીટ કરી હતી. તેમણે આ ડિમોલિશનને પાકિસ્તાન સાથે જોડી દીધી હતી. વાત એમ છે કે બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બેટ દ્વારકામાં આવેલી ત્રણ દરગાહને પણ તોડી પાડવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાનું કહી તંત્રએ તમામ કામગીરી હીથ ધરી હતી. ત્યારે આ વાતના સંદર્ભમાં સ્ટ્રાઈક ઓન દ્વારકા લેન્ડ જેહાદ હેશટેગ સાથે પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરી હતી. 


મુસ્લીમો હિંદુઓને દર્શન કરતા રોકવા માગે છેઃ પૂર્ણેશ મોદી 

પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે હિંદુ તહેવારો પર મંદિરના દર્શને આવતા ભક્તો માટે તેમણે કહ્યું કે ઓખાથી બેટ દ્વારકા જવા માટે ઉપયોગી બનતી બોટ મુસ્લિમ સમુદાયની છે. હિંદુ તહેવારના સમયે આ લોકો ચાર ગણુ ભાડુ વસુલે છે. પૂર્ણેશ મોદીની ટ્વીટમાં આ મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો કે ચાર ગણું ભાડું એટલા માટે લેવામાં આવે છે કે જેથી હિંદુ લોકો પૌરાણીક મંદિરોમાં દર્શન કરવા ન આવી શકે.    


પૂર્ણેશ મોદીએ શા માટે ટ્વીટ ડિલિટ કરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સમય રાજનેતાઓ માટે લોકોને ધાર્મિક લાગણીઓ સાથે સાંકળી ખરા મુદ્દાઓથી ભટકાવવાનો હોય છે. વર્ષોથી આ પરંપરાનું પાલન રાજનેતાઓ કરતા આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમના દિલ્લીના મંત્રીએ નાગપુર ખાતે બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી અને હજારો લોકોને બ્રહ્મા અને વિષ્ણુને ના માનવાની શપથ અપાવી હતી. સમગ્ર બાબતે ગુજરાતમાં પડઘા પડ્યા હતા અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના પોસ્ટર ગુજરાતના મોટા શહેરોમાં લગાવી દેવામાં આવ્યા હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ હિંદુ વિરોધી છે. પોસ્ટરની અંદર કેજરીવાલને ટોપી પહેરાવવામાં આવી છે. આના પરથી કહી શકાય કે હિંદુ મુસ્લીમની રાજનીતિનો ગુજરાતમાં ઉદય થઈ ગયો છે. ત્યારે પૂર્ણેશ મોદીએ કોમી ટ્વીટ કરી હતી અને મિનિટોની અંદર જ ડિલિટ પણ કરી નાખી હતી.


હવે ચૂંટણીના ડરથી તેમણે ટ્વીટ ડિલિટ કરી છે કે કોઈએ તેમને ધમકી આપી દીધી હોય અને ડિલિટ કરી છે તે તપાસનો વિષય છે. પણ આ સ્ક્રિનશૉટ દર્શાવે છે કે તેમણે ટ્વીટ કરી હતી અને પ્રેશર આવતા ટ્વીટ ડિલિટ પણ કરી દીધી હતી.  

   






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?