જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે નવા ડ્રેસ કોડનો થયો અમલ, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને નિકર પર પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:33:33

ઓડિસાના પુરીમાં આવેલા જગપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે નવા વર્ષથી શ્રધ્ધાળુઓ માટે નવા ડ્રેસ કોડની જાહેરાત કરી છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્રએ કહ્યું છે કે હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાંટેલી જિન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરનારા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં કરવા દેવામાં આવે. આ પહેલા પણ મંદિર વહીવટી તંત્રએ આ સંબંધમાં આદેશ આપ્યો હતો. પોલીસને પણ આ નવા ડ્રેસ કોડનો ચુસ્ત અમલ કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા મંદિરમાં પાન-ગુટખા અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


શાલિન વસ્ત્રો પહેરવા પડશે 


શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરવા માટે શાલિન વસ્ત્રો પહેરવા પડશે. હાફ પેન્ટ, નિકર, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને ટ્રાન્સપરન્ટ કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આ નિયમનો અમલ થાય તે પહેલા મંદિરમાં પ્રવેશનારા પુરૂષો ધોતીયું અને ખેસ તથા મહિલાઓ સાડી અને કમીજમાં જોવા મળી હતી. આ પહેલા પણ મંદિર પ્રશાસને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો હતો. પોલીસે આ પ્રતિબંધોનો અમલ કરવાનું કહ્યું હતું. 


નૂતન વર્ષે 3.50 લાખ શ્રધ્ધાળુંઓએ કર્યા દર્શન


નવા વર્ષના આગમનના પ્રથમ દિવસે જ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. રાત્રે બે વાગ્યાથી જ શ્રધ્ધાળુંઓનો ઘસારો શરૂ થયો હતો. નવા વર્ષના પહેલા દિવસે  જ ભગવાન જગન્નાથના દર્શન માટે અઢી લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના દરવાજા ખુલ્યા બાદ લોકો લાંબી કતારમાં ઉભેલા  જોવા મળ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ અને 50 હજારથી પણ વધુ ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?