પંજાબ બોર્ડે ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-26 12:12:43

પંજાબ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (PSEB)ની પૂર્વ નિર્ધારીત ધોરણ 12 બોર્ડનું અંગ્રેજીની પરીક્ષા મુલતવી રાખવામાં આવતા હોબાળો મચ્યો છે.આ પરીક્ષા શુક્રવારે (24 ફેબ્રુઆરી) બપોરે 2 થી 5.15 દરમિયાન યોજાવાની હતી. PSEB અનુસાર, પૂર્વ નિર્ધારીત અંગ્રેજીની પરીક્ષા વહીવટી કારણોસર રદ કરવામાં આવી છે. જો કે પરીક્ષાનું સાચું કારણ શું છે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.આ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


શા માટે રદ્દ કરાઈ પરીક્ષા?


PSEB અનુસાર, વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં પંજાબ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પંજાબ બોર્ડની અંગ્રેજી પરીક્ષા 2023માં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બેસવાના હતા. નિર્ધારિત સમય કરતાં માત્ર 30 મિનિટ પહેલાં પેપર રદ કરવામાં આવ્યું હતું. હવે એવી અપેક્ષા છે કે પંજાબ બોર્ડ ટૂંક સમયમાં આ બાબતે વિગતો જાહેર કરશે. પંજાબ બોર્ડે તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખ શીટમાં સુધારો કર્યો હતો. 


જો કે અંગ્રેજીની પરીક્ષા રદ્દ થવાનું મુખ્ય કારણ અલગ છે. વિવિધ મીડિયા રિપોર્ટ પ્રમાણે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે બોર્ડ આ મુદ્દે મૌન છે, અને તેથી પેપર લીકની આશંકા વધુ મજબુત બની છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..