પંજાબ પોલીસે કરી અમૃત પાલની ધરપકડ! આવતી કાલ સુધી પંજાબમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:45:32

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ પોલીસે અમૃતપાલસિંહ સહીત તેના 6 સાથીઓની જલંઘરના શાહકોટ મલસિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને લઈ આવતી કાલ બપોર સુધી અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.


અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો  

અમૃતપાલ સિંહ અંગે વાત કરીએ તો અમૃતસર જિલ્લાના ખેડા ગામનો નિવાસી છે. 2022માં દુબઈથી ભારત પરત ફર્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં જ તેમને ખાલિસ્તાની સમર્થક દીપ સિદ્ધુના સંગઠન વીરિસ પંજાબ દેના પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 23 ફેબ્રુઆરીએ ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા હજારો લોકોએ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ લોકો સંગઠનના વડા અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત સિંહ તુફાની ધરપકડ વિરોધ કર્યો હતો. તેમના હુમલાના દબાણને કારણે પંજાબ પોલીસે આરોપીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

        


અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ    

પંજાબ પોલીસ અમૃતસિંહ પાલની ધરપકડ કરવાની તૈયારીઓ ઘણા સમયથી કરી રહી હતી. પરંતુ મળતી માહિતી અનુસાર અમૃતસિંહ પાલની ધરપકડ આજે કરી લેવામાં આવી છે. જલંધરના શાહકોટ માલસિયામાંથી કરી લેવામાં આવી છે. અમૃતપાલ સિંહ પોતે અન્ય કારમાં ફરાર થઈ રહ્યો હતો જે દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો અને તેને ઝડપી લીધો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા પંજાબના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીને અંજામ જલંધર અને મોગા પોલીસે સાથે મળીને આપ્યો હતો. અમૃતસિંહની ધરપકડ કરવા માટે લગભગ 100 જેટલી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?