પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તલાકના આદેશ સામેની અરજી ફગાવતા સ્પષ્ટ કરી દીધું હતું કે જો તલાકનો આદેશ વ્યભિચારને આધાર બનાવીને આપવામાં આવે તો પત્ની પતિ દ્વારા આપવામાં આવતા ભથ્થાને હકદાર નથી. તલાકની અરજી ફગાવતા હાઈકોર્ટે અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે.
પત્ની પતિને કરતી હતી હેરાન
એક મહિલાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને પડકાર આપ્યો હતો. આ કેસમાં પતિએ પત્નીને તલાક આપ્યા હતા અને પતિની અરજીને ફેમેલી કોર્ટે માન્ય રાખી હતી. અરજીની સુનાવણીમાં પતિએ જણાવ્યું હતું કે તેમની પત્ની તેમને હેરાન કરે છે અને ગાળો પણ આપે છે. પતીએ ફરિયાદ કરી હતી કે તેમની પત્નીએ લગ્ન બાદ જ પતિને સમાજ સામે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.
પત્નીના જેલ અધિકારી સાથે હતું લફરું
અંબાલા ફેમેલી કોર્ટમાં પતિએ પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે પત્નીનું અંબાલા જેલના અધિકારી સાથે લફરું હતું અને પતિના મિત્રોએ અનેકવાર જેલ અધિકારીને પતિના ઘરની અંદર જતા જોયા છે. પતિએ પોલીસ ફરિયાદ કરી હતી જેના પર ડીજીપીએ સમગ્ર તપાસ ડીએસપીને સોંપી હતી. ડીએસપીએ તપાસના રિપોર્ટમાં સમગ્ર મામલાને વ્યભિચારનો મામલો હોવાનું જણાવ્યું હતું.
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શું કહ્યું?
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સમગ્ર મામલે ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસનો રિપોર્ટ છે. કેસમાં પોલીસે આ કેસને વ્યભિચારનો કેસ જણાવ્યો છે. તેના કારણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજીકરનાર પતિએ ભથ્થું આપવાની મનાહી કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વ્યભિચારના કારણે તલાકને માન્ય રાખવાનો હાઈકોર્ટ આદેશ આપે છે. હાઈકોર્ટે અરજીકરનાર પતિને ભથ્થું આપવામાંથી પણ રાહત આપી હતી.