હવે પંજાબમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘમાસાણ, જાણો શું છે સમગ્ર વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-28 15:19:13

પંજાબમાં વિધાનસભાનું બજેટ સત્ર બોલાવવાની મંજૂરી ન મળવાના વિરોધમાં આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીને સ્વીકારતા કોર્ટે સુનાવણીનો સમય પણ બપોરે 3.50 કલાકે નક્કી કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ચાલી રહેલા રાજકીય સંકટના મુદ્દાની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટ આ મુદ્દે પણ સુનાવણી કરશે.


પંજાબમાં વિવાદ શું છે?


પંજાબ સરકારે સોમવારે એડિશનલ એડવોકેટ જનરલ શાદાન ફરાસત દ્વારા ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં પંજાબના રાજ્યપાલના મુખ્ય સચિવને પ્રથમ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે બંધારણીય જોગવાઈઓ મુજબ, રાજ્યપાલે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને સલાહ અનુસાર વિધાનસભા બોલાવવી પડે છે.


રાજ્યપાલે બજેટ સત્રની મંજુરી ન આપી


પંજાબ સરકારે કેબિનેટનો પ્રસ્તાવ પસાર કરીને રાજ્યપાલ પાસે બજેટ સત્ર 3 માર્ચે બોલાવવાની મંજુરી માગી હતી. જો કે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આ બજેટ સત્ર બોલાવવાનો ઈન્કાર  કરી દીધો હતો. તે સાથે જ એક પત્ર લખીને કહ્યું કે મુખ્યમંત્રીના ટ્વીટ અને નિવેદનો ખુબ જ અપમાનજનક અને ગેરબંધારણીય હતા. આ ટ્વીટ પર કાયદેસરની સલાહ લેવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ બજેટ સત્ર બોલાવવા પર વિચાર કરવામાં આવશે. 


CM ભગવંત માને ટ્વીટ કરતા વિવાદ વકર્યો


રાજ્યના રાજ્યપાલે પ્રિન્સિપાલોને સિંગાપોરમાં ટ્રેનિંગ માટે મોકલવા મુદ્દે પ્રિન્સિપાલોની પસંદગી પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્યપાલના વાંધાનો જવાબ આપતા મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યુ કે તે રાજ્યનો વિષય છે અને તેમની સરકાર 3 કરોડ પંજાબીઓ પ્રત્ય  જવાબદેહ છે કેન્દ્ર સરકારના રાજ્યપાલને નહીં. આ ટ્વીટ બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ વકર્યો છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..