પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે. તે પોતાના ત્રીજા બાળકનો પિતા બનવા જઈ રહ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીરત કૌરનો વીડિયો બતાવ્યો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં સીરત કૌર તેના પિતા ભગવંત માન પર આરોપ લગાવતી જોઈ શકાય છે. સિરતે કહ્યું કે ભગવંત માને તેની અને તેના ભાઈની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. વીડિયોમાં સિરતે સવાલ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ માતા-પિતાની જવાબદારીઓ નિભાવી શકતો નથી તો તેને પંજાબ ચલાવવાની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવે?
પિતાથી અલગ થઈ ગઈ છે
સિરત કૌરે કહ્યું કે તેણે પોતાના પિતાના નામથી દૂરી બનાવી લીધી છે. સીરતે કહ્યું કે તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને સાઇડલાઇન કરી દિધા છે. ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી ભગવંત માનની બીજી પત્ની ડો.ગુરપ્રીત કૌર હાલ ગર્ભવતી છે.વિડિયો અંગે બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે જે માણસ પોતાના બાળકોની સંભાળ રાખી શકતો નથી તેમના પર રાજ્યના હિતમાં કામ કરવાનો વિશ્વાસ કરી શકાય નહીં.
. @BhagwantMann की बेटी ने जो आरोप भगवंत मान पर लगाये है बेहद गंभीर हैं । चाहे वो भगवंत मान द्वारा अपने बेटे को CM हाउस में घुसने से रोकना हो या गुरुद्वारे और विधानसभा में शराब पीकर जाना हो चाहे वो शराब पीकर अपनी पत्नी के साथ घटिया हरकते करना हो । @ArvindKejriwal क्या इन आरोपों… pic.twitter.com/k9QbYZUKK1
— Tajinder Bagga (@TajinderBagga) December 9, 2023
SGPCએ પણ લગાવ્યો હતો ગંભીર આરોપ
. @BhagwantMann की बेटी ने जो आरोप भगवंत मान पर लगाये है बेहद गंभीर हैं । चाहे वो भगवंत मान द्वारा अपने बेटे को CM हाउस में घुसने से रोकना हो या गुरुद्वारे और विधानसभा में शराब पीकर जाना हो चाहे वो शराब पीकर अपनी पत्नी के साथ घटिया हरकते करना हो । @ArvindKejriwal क्या इन आरोपों… pic.twitter.com/k9QbYZUKK1
— Tajinder Bagga (@TajinderBagga) December 9, 2023શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બૈસાખીના અવસર પર નશાની હાલતમાં તખ્ત દમદમા સાહિબમાં પ્રવેશ્યા હતા. કમિટીએ આ માટે પંજાબના મુખ્યમંત્રી પાસે માફી માંગવાની પણ માંગ કરી હતી. એસજીપીસીના જનરલ સેક્રેટરી કરનૈલ સિંહ પંજોલીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ ગુરુ ઘરની મુલાકાત વખતે મૂળભૂત નિયમોનું પાલન કર્યું ન હતું. તેણે ટિપ્પણી કરી કે જો માન દારૂ પીવાનું બંધ ન કરી શકે તો તેણે ગુરુના ઘરની અંદર આવવાનું ટાળવું જોઈએ.