ચંદીગઢમાં પંજાબના CM ભગવંત માનના ઘર પાસેથી મળ્યો લાઈવ બોંબ, પોલીસ દોડતી થઈ


  • Published By :
  • Published Date : 2023-01-02 18:54:23

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ચંદીગઢ સ્થિત સેક્ટર 2માં આવેલા સત્તાવાર નિવાસ્થાનની પાસેથી એક બોંબ મળી આવ્યો છે. ચંદીગઢના રાજિંદર પાર્કમાંથી આ બોંબ મળી આવતા અફરાતફરી  મચી ગઈ હતી. બોંબના સમાચાર મળતા જ ચંદીગઢ પોલીસની ટીમ, બોંબ સ્ક્વોડ  અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચંડી મંદિર સ્થિત આર્મીને પણ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બોંબને ડિફ્યુઝ કરવાની કાર્યવાહી ચાલી રહી, અને ખુબ જ ઝડપથી તેને ડિફ્યુઝ કરી લેવામાં આવશે.


ઘટના બાદ પોલીસ કાફલામાં હડકંપ


ચંદીગઢના અત્યંત સુરક્ષીત વિસ્તારમાં લાઈવ બોંબ મળી આવતા પોલીસ કાંફલામાં હડકંપ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસેથી મળેલા બોંબને લઈ સક્રિય બની છે. પોલીસના જવાનોએ તાત્કાલિક શેલની આસપાસ રેતી ભરેલી બોરીઓ મુકી દીધી હતી. ઘટના સ્થળથી થોડા અંતરે જ મુખ્યમંત્રીનું હેલીપેડ છે. આ સ્થિતીમાં સુરક્ષા એજન્સીઓ પણ સુરક્ષામાં મામલે મોટી ગફલત માની રહી છે.


હરિયાણાના સીએમનું પણ આવાસસ્થાન


ચંદીગઢના જે વિસ્તારમાંથી બોંબ મળી આવ્યો ત્યા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું પણ સત્તાવાર નિવાસસ્થાન આવેલું છે. પંજાબ અને હરિયાણાના સચિવાલય અને વિધાનસભા પણ તે જ સ્થળે આવેલા છે.


બોંબ અંગે કઈ રીતે ખબર પડી?


સોમવાર સાંજે લગભગ 4થી 4.30 વાગ્યે એક ટ્યુબવેલ સંચાલકે પંજાબના સીએમના હેલિપેડ અને નિવાસસ્થાન નજીક કેરીના બગીચામાં બોંબ જોયો હતો. બોંબને નિષ્ક્રિય કરવાનું કામ તાત્કાલિક ભારતીય સેનાની પશ્ચિમ કમાનને સોંપાવામાં આવ્યું છે. જો કે ઘટના વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના નિવાસસ્થાને હાજર નહોંતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?