Manipur મુદ્દે PM Modiના મૌન પર જનતાએ ઉઠાવ્યા સવાલ, Social Media Platform X પર ટ્રેન્ડ થયું....


  • Published By :
  • Published Date : 2023-10-09 09:05:13

ઈઝરાયલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઈઝરાયલમાં થયેલા હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે. તબાહીના અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકો બેઘર બન્યા છે, જીવવાનું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા X પર ઈઝરાયલમાં થયેલો હુમલો તો ટ્રેન્ડ થતો હતો પરંતુ સોમવારે નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો તેવો # ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ # ટ્રેન્ડ થવાનું  પાછળ કારણ છે મણિપુર.... મણિપુરમાં  હિંસા સતત વધતી જઈ રહી છે. હિંસા શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહી છે. લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આખા રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ત્યારે મણિપુર મુદ્દે પીએમ મોદીએ મૌન ધારણ કર્યું છે જેને કારણે આ # ટ્વિટર હાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારત ઈઝરાયલ સાથે છે તે વાતનો જાણે વિરોધ લોકો કરી રહ્યા છે.  



મણિપુરમાં પ્રતિદિન વધી રહી છે હિંસાની ઘટના 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોના ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. મણિપુરમાં વધતી હિંસાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ મણિપુરમાં થઈ રહેલી હિંસા મુદ્દે હજી સુધી પ્રતિક્રિયા નથી આપી. પીએમએ પ્રતિક્રિયા એક વખત આપી હતી જ્યારે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી અને તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તેનો વીડિયો સામે આવ્યો હતો. તે વખતે તેમણે મણિપુર વિશે ઓછું અને બીજા રાજ્યો વિશે વધારે વાત કરી હતી. 


'નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો' X પર થયું ટ્રેન્ડ 

સોશિયલ મીડિયા X પર નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો ટ્રેન્ડ થઈ રહ્યું છે તેમાં રાજસ્થાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદી અનેક વખથ રાજસ્થાનના પ્રવાસે ગયા છે પરંતુ એક વખત પણ મણિપુરના પ્રવાસે નથી ગયા. આ વાતને લઈ યુઝર્સ ટ્વિટ કરી રહ્યા છે. તે ઉપરાંત ઈઝરાયલમાં થઈ રહેલી હિંસામાં પીએમ મોદીએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તેનો પણ વિરોધ જાણે યુઝર્સ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  પીએમ મોદી જો ઈઝરાયલમાં શરૂ થયેલી હિંસાને લઈ બોલી શકે છે તો છેલ્લા અનેક મહિનાઓથી બળી રહેલા મણિપુરને લઈ તે કેમ નથી બોલી રહ્યા તેવા પ્રશ્ન અનેક યુઝર્સે પૂછ્યા છે. 


મણિપુર મુદ્દે પીએમ મોદીના મૌન પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

વાત પણ સાચી છે કારણ કે વિપક્ષે પણ પીએમ મોદીના મૌન પર અનેક વખત સવાલ ઉઠાવ્યા છે. સંસદ જ્યારે મળી હતી તે વખતે પણ મણિપુર મુદ્દે વાદ-વિવાદ છેડાતો હતો અને કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. મુખ્યમંત્રીના ઘર પણ હુમલો થયો. પરિસ્થિતિને શાંત કરવામાં સીએમ નિષ્ફળ ગયા છે તેથી મુખ્યમંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ તેવી ચર્ચા, તેવી માગ વિપક્ષ  દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે તે એક મોટો પ્રશ્ન છે...    





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.