નેપાળમાં એક પેસેન્જર બસ માર્ગ પર દોડતા-દોડતા અચાનક જ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. તેના કારણે તમામ લોકો ફસાઈ ગયા હતા, અનેક યાત્રિકોમ તો બસની બારી તોડીને છત પર ચઢી ગયા હતા. આ દરમિયાન આસપાસના લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જો કે રેસ્ક્યુ ઓપરેશન શરૂ થાય તે પહેલા જ 8 લોકોના મોત થઈ ચુક્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેપાળની રાજધાની કાઠમંડૂથી પોખરા જઈ રહેલી પેસેન્જર બસ બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લાના ચાલીસે વિસ્તારમાં અનિયંત્રિત થઈને ત્રિશૂલ નદીમાં ખાબકતા હાહાકાર મચી ગયો હતો.
19થી વધુ લોકો ઘાયલ થયા
નેપાળના બાગમતી પ્રાંતના ધાડિંગ જિલ્લામાં એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનાને પગલે આઠ લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર નેપાળના બાગમતી પ્રાંતમાં એક પેસેન્જર બસ મુખ્ય હાઇવે પરથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, હાલ બચાવ કામગીરી ચાલુ છે. ધાડિંગ પોલીસ વડા એસપી ગૌતમ મિશ્રાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ભયાનક અકસ્માત બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી, પરંતુ બચાવકર્તાઓએ બસની અંદરથી ઘણા મુસાફરોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.