હાર્ટ એટેકને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે. ત્યારે બોટાદમાં પી.એસ.સાઈનું પણ હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા. મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું.પીએસસાઈનું મોત થતા પોલીસ વિભાગમાં શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો.
બોટાદમાં પીએસઆઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત
ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. સામાન્ય માણસ હોય કે કોઈ સેલિબ્રિટી સાઈલેન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ વખત ક્રિકેટ રમતા રમતા તો કોઈ વખત બેડમિન્ટન રમતા રમતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેક આવવાને કારણે મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના પી.એસ.આઈનું પણ મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હૃદયરોગના હુમલામાં વધારો થયો છે. 2022ની સરખામણીમાં આ વર્ષે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અંદાજીત 27 ટકાનો વધોરો જોવા મળ્યો છે.
હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો
એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતા લોકો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કોઈ પણ લક્ષણ ન હોય તેવા લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે, યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે.
સાઈલેન્ટ હાર્ટ એટેકનો લોકો બની રહ્યા છે ભોગ
સાઈલેન્ટ હુમલાના લક્ષણોની વાત કરીએ તો કોઈ કારણ વગર સુસ્તી લાગવી, અચાનક ખૂબ પરસેવો આવવો, વારંવાર શ્વાસ ફૂલવો. વધારે પડતા ઓઈલી ફૂડ ખાવાથી, વ્યસન કરવાથી ઉપરાંત તણાવગ્રસ્ત જીવન હોવાને કારણે એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકથી રક્ષણ મેળવવા માટે નિયમીત કસરત કરવી જોઈએ, ચાલવું જોઈએ અને પોષ્ટિક ભોજન લેવું જોઈએ.