ચૂંટણી પહેલા સરકારનું નાક દબાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(GETCO)ના લગભગ 10 હજારથી વધુ કર્મચારીઓએ પેન ઉન કરી વિરોધ નોંધાવ્યો છે.
શું છે GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓની માગ
GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘના પ્રમુખે જાણ કરી હતી કે ગુજરાતભરમાં 1 હજારથી વધુ સબસ્ટેશન પર GETCOના 10 હજારથી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સમાન કામ સમાન વેતનની માગ સાથે તેમણે પેન ડાઉન કરીને સરકાર સામે પોતાની માગણી રાખી છે. GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓને માસિક પગાર 7-8 હજાર રૂપિયા મળે છે. જે વધારવા માટે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેટકોમાં 1થી 15 વર્ષનો અનુભવ ધરાવતા હોવા છતાં 7-8 હજાર રૂપિયાનો પગાર મળતા પગાર વધારાની માગ કરી છે.
ચૂંટણી પહેલાનો સમય આવતા તમામ પ્રકારના સંઘોએ સરકાર સામે જૂની માગો રાખી છે. કિસાન સંઘ, માજી સૈનિકો, પંચાયત હસ્તકના કર્મચારીઓ સહિત હવે GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘે પણ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.