લ્યો! હજારોની સંખ્યામાં એક્સ આર્મી ઓફિસર પણ મેદાને આવ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:23:56

ગુજરાતના અનેક સરકારી અને બિન સરકારી લોકો જ્યારે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં માજી સૈનિકોએ પણ પોતાની 14 માગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો છે. મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યાથી ગુજરાતભરના હજારો એક્સ આર્મી ઓફિસર્સ વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ માજી સૈનિકોએ મંગળવારે ગાંધીનગર ઘેરાવની જાહેરાત કરી હતી. માજી સૈનિકના જણાવ્યા મુજબ 6 વર્ષથી તેઓ પોતાની માગણીને લઈને સરકાર સામે લડત આપી રહ્યા છે. 


14 માગણીઓને લઈને જવાનો આપી રહ્યા છે વિરોધ 

નોકરી દરમિયાન શહીદ જવાનના પરિવારને એક કરોડ જેટલી આર્થિક સહાય મળે, ગુજરાતના તમામ જિલ્લામાં શહીદોના સ્મારક બને, માજી સૈનિકોને મળતા 10 ટકા અનામતનું ચુસ્તપણે પાલન થાય, માજી સૈનિકોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે અનામત સીટ મળે, હથિયાર રિન્યૂ કરવા માટે તમામ જિલ્લામાં સુવ્યવસ્થા કરવી, 5 વર્ષની ફિક્સ પગારવાળી નીતિને નાબૂદ કરવા જેવી 14 માગણીઓ સાથે સેનાના પૂર્વ જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે. 


ચૂંટણી પહેલાનો સમય હોવાથી અને સરકાર મોટા ભાગના લોકોની માગણી સ્વીકારતી હોવાના કારણે એક્સ આર્મી ઓફિસર્સે ગાંધીનગરમાં ઘેરો ઘાલ્યો છે. ગુજરાત પોલીસે અનેક જવાનોની અટકાયત કરી લીધી છે. જ્યારે જવાનો પોલીસથી બચવા માટે અન્ય સ્થળો પર જઈ વિરોધ નોંધાવી સરકારના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહેના નામે સરકાર પોલીસ જવાનોની મદદથી સેનાના જવાનોની અટકાયત કરી હતી. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.