PM મોદી CM હતા ત્યારે કેમ આંદોલનનો ગ્રાફ ઓછો હતો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:26:09

આજે અનેક લોકો-સંઘો-કર્મચારીઓએ પાટનગરને ચારેય બાજુથી ઘેરી લીધુ છે. આ આંદોલન ચૂંટણી પહેલા ઉઠતા સામાન્ય આંદોલન જેવું નથી. નેતાઓ સરકારી ભાષા બોલે છે પણ કર્મચારીઓની ભીડને એ મંજૂર નથી. કર્મચારીઓની આ ભીડ સંજોગોવસાત પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે જ ભેગી થઈ છે. આ લોકો કોઈ સંજોગોમાં ઝૂકવા તૈયાર નથી. જૂના સચિવાલયને ઘેરતા આ કર્મચારીઓને હવે સરકાર કેવી રીતે સમજાવાશે તે સવાલ છે. તમામની માગ સ્વીકારવા પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે.  


આજે ગાંધીનગરમાં આંદોલનકારીઓની જાજમ પથરાઈ

આ આંદોલનની તીવ્રતા માજી સૈનિકોના જવાનો અને ખેડૂતો વધારી રહ્યા છે, છેલ્લાં 22 દિવસથી ઉપર આકાશ અને નીચે ધરતીને રાખીને બેસેલા ખેડૂતો હોય કે અધિકાર માટે પોતાના સાથીને ખોયા પછી પણ સંઘર્ષ કરવાનું ના ભૂલેલા માજી સૈનિકો, એમના આંદોલનની આગ ગાંધીનગરને દઝાડી રહી છે. હાલ ગુજરાતમાં પોલીસ, માજી સૈનિકો, આરોગ્ય કર્મીઓ, કિસાન મહાસંઘ, શૈક્ષિક મહાસંઘ, એસટી કર્મીઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.

 

સરકારી કર્મીની આશા નિરાશામાં ફેરવાઈ?

જમાવટે વરિષ્ઠ પત્રકાર બિનિતા પરીખ જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસના કાર્યો વધારે માત્રામાં થતા હતા. તે સમયમાં આસપાસ વિકાસ લોકોને દેખાતો હતો. રોડ-જોબ-સહિતના અનેક કામ મળતા હતા અને લોકો ખુશ હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના હોદ્દા હેઠળ જે કામગીરીઓ થઈ રહી હતી તેણે લોકોના મનમાં એક આશા જગાવી હતી. ત્યારે પણ સરકારી કર્મચારીઓની માગણીઓ હતી પરંતુ આશાના કારણે એમને એવું લાગી રહ્યું હતું કે મારું નહીં તો કોઈનું કામ તો થઈ રહ્યું છે. વિકાસ કામના કારણે અનેક લોકોને રોજગારી મળી રહી હતી. સ્ટાન્ડર્ન્ડ ઓફ લિવિંગ ઉંચું જતું હોવાના કારણે આંદોલનનો ગ્રાફ ઓછો હતો એવું કહી શકાય. એવું ના હતું કે આંદોલન બિલકુલ થતાં જ ન હતા. તે સમયમાં પણ આંદોલન થતાં જ હતા અને ઉગ્રતાથી થતાં હતા પરંતુ તેના આંકડા ઓછા હતા. બહુ ઓછા વર્ગો આંદોલનો કરી રહ્યા હતા. સમયાંતરે સરકારી કર્મચારીઓને અનુભવ થવા લાગ્યો હતો કે અમેં હવે વેપારી ગુજરાતી પ્રજાથી પાછળ જતા જઈએ છીએ. હવે સરકારી કર્મચારીઓને લાગે છે કે અમેં બહુ સમય આપ્યો અમારા કારણે મોદી મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બન્યા છે. સરકારી કર્મચારીઓ સાથે રાજકીય રમત રમાઈ ગઈ હોય તેવું તેઓ અનુભવવા લાગ્યા છે માટે આંદોલનોનો વધી ગયા છે. એવું લાગે છે કે સરકારી કર્મચારીઓને લાગે છે કે તે આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે અને કર્મચારીઓની માગણી વધતા આંદોલનોની તીવ્રતા વધી ગઈ છે. 

 

આંદોલનના સિક્કાની બીજી બાજુ 

જમાવટ મીડિયાએ જ્યારે રાજકીય વિશ્લેષક જપન પાઠક સાથે વાત કરી ત્યાર તેમણે સિક્કાની બીજી બાજુની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માગ સ્વીકારાય તેના પછી શું થાય તેના વિશે પણ વિચારવું જોઈએ. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે. આંદોલન વધી ગયા છે તે ઠીક છે. તેઓ પોતાની જગ્યાએ સાચા હોઈ શકે પરંતુ આંદોલનકારીઓનો પગાર વધશે ત્યારે પગાર કોણ ચૂકવશે? જનતાને જ ચૂકવવો પડશે. તમામના પગાર વધારાના ખર્ચા જનતાના ખિસ્સામાંથી જ લેવામાં આવતા હોય છે. ટૂંક સમયમાં આચાર સંહિતા લાગુ પડી જશે અને સરકાર યોજનાઓ લાગુ કરવાનું બંધ કરી દેશે. પરંતુ માગણીઓ સ્વિકારાશે તેનું ગણિત સમજવું પડે. ગુજરાતની 6 કરોડથી વધુ જનતામાં અંદાજે સાડા પાંચ લાખ અથવા તેનાથી વધુ સરકારી બાબુઓ કે કર્મચારીઓ હશે. સરકારનું વાર્ષિક બજેટ છે તેમાંથી કેટલા ટકા સરકારી કર્મચારીઓના પગારમાં જાય છે તેનું ગણિત ગણવું પડે. આંકડો મળશે તે વધારે હોઈ શકે. તે આંકડાના પગારમાં વધારો થશે તો લોકોને તેને પગાર ચૂકવવો પડતો હોય છે. આંદોલનો તેની જગ્યા પર યોગ્ય હોય છે. તમામ મતદારોની લાગણી અને માગણી હોય છે પરંતુ સમાચારને રાજકીય રીતે જોતા સમયે તમામ એંગલથી વિચારવા અનિવાર્ય છે. 


જો આ સરકારની સામે ફરિયાદથી ઉભા થયેલા આક્રોશિત લોકોના આંદોલન હશે તો એની આગને હવે સંવાદ સિવાય નહીં રોકી શકાય, કમનસીબે સરકાર સંવાદમાં જ કાચી પડી રહી છે. સરકાર તમામનો વિરોધ ડામવા માટે પોલીસ અને રેપીડ એક્શન ફોર્સની મદદ લઈ રહ્યા છે. ટૂંક સમયમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. આચાર સંહિતા લાગુ થાય તેની પહેલા કર્મચારીઓ પોતાની પૂરી તાકત લગાવીને સરકારને નમાવવાના પ્રયાસો કરી રહી છે.  




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.