છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા હતા. રાજ્યનો દરેક વર્ગ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો હતો. પોલીસ કર્મી, એસ.ટી વિભાગના કર્મચારીઓ હોય, શિક્ષક હોય કે નિવૃત્ત આર્મી મેન હોય બધા જ સરકાર વિરૂદ્ધ પોતાની પડતર માગણીને લઈ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આ વખતે આશાવર્કરો પોતાની માગ સાથે દિલ્હી પહોંચી છે. ગુજરાત સરકારે તેમની માગ નહીં સ્વીકારી, જેને લઈ તેઓ દિલ્હી ખાતે આંદોલન કરી ગુજરાત સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આંદોલનનો લાભ અનેક પાર્ટીઓએ લીધો હતો ત્યારે દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોના આંદોલનનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે છે. આશાવર્કર બહેનોનો અવાજ સાંભળવા કોંગ્રેસે સરકારને અપીલ કરી છે.
કોંગ્રેસે ભાજપ પર કર્યો પ્રહાર
દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો છે. કટાક્ષ કરતા કોંગ્રેસે કહ્યું છે કે સાહેબ આશાવર્કર બહેનો પત્ર લખી લખીને થાકી ગઈ, એટલે તો આશાવર્કર બહેનો દિલ્હી પહોંચી હવે તો સાહેબ આ બહેનોની વેદના સમજો.