ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વિરુદ્ધ ચાલી રહેલા ધરણા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે બુધવારે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવવાની સાથે વિનેશ ફોગાટ અને તેમની સાથે અન્ય 20 જેટલા રેસલરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા કરી રહ્યા છે.
ખેલ મંત્રાલયે માગ્યો જવાબ
ધરણા કરી રહેલા વિશ્વ ચૈંપિયનશિપનું પદક જીતનાર વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે લખનઉંના રાષ્ટ્રીય શિબિરમાં અનેક કોચો દ્વારા મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને શોષણનો ભોગ નથી બનવું પડ્યું. આ વાતને રમત-ગમત મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. અને 72 કલાકની અંદર આ અંગે જવાબ માંગ્યો છે.
અનેક પહેલવાનો કરી રહ્યા છે ધરણા
આરોપ લાગવાને કારણે ખેલ મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 જાન્યુઆરીથી શરૂ થનારી મહિલા રેસલિંગ મેચને રદ્દ કરવામાં આવી છે. આ કેંપમાં 41 મહિલા પહેલવાન ભાગ લેવાના હતા. વિનેશ ફોગાટની સાથે આ ધરણામાં બજરંગ પૂનિયા, સાક્ષી મલિક સહિત 30 પહેલવાનો ધરણા પર બેઠા છે. તમામ પહેલવાનોએ વડાપ્રધાન મોદીને મળવાની માગ કરી છે.