અમદાવાદના છારાનગર-કુબેરનગરની 250થી વધુ મિલકતો તોડી પડાશે! સ્થાનિકોમાં ફફડાટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:39:17

અમદાવાદના કુબેરનગર વોર્ડમા ટી.પી.સ્કીમ.ના અમલ અને રોડ પહોળો કરવાનુ કારણ આગળ ધરી છારાનગર અને કુબેરનગરમાં આવેલી 250થી વધુ જમીન-મિલકતના ધારકોને તેમની મિલકતને સાત દિવસમા તોડી પાડવા ઉત્તરઝોનના આસીસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરફથી નોટિસ ફટકારાઈ છે.નિયત સમયમા ઉપરદળનુ બાંધકામ તોડવામા નહીં આવે તો મ્યુનિ.તંત્ર (AMC) આ બાંધકામ તોડી પાડશે. બાંધકામ તોડવા પાછળ થનાર ખર્ચ પણ મિલકત માલિક પાસેથી વસુલાશે. AMC તંત્ર તરફથી કરવામા આવેલા આ નિર્ણયથી છારાનગરના  લોકો રોડ ઉપર આવી જશે.


નવેમ્બર-2016ની મંજુરીનો AMC હવે અમલ કરશે


સૈજપુર બોઘાની મુસદ્દારુપ નગર વિકાસ યોજના અંગે નવેમ્બર-2015માં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રાજય સરકારની મંજુરી માંગવામા આવી હતી. 3 નવેમ્બર-2016ના રોજ રાજય સરકારે મંજુરી આપ્યા બાદ છ વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ હવે ટી.પી.સ્કીમ અને રોડ પહોળો કરવાના અમલ કરવા જાગ્યુ છે. સૈજપુર બોઘાની ટી.પી.સ્કીમ નંબર-96-બીનો અમલ કરવાના નામે કુબેરનગર બંગલા એરીયાથી હરીયાળી પાન હાઉસ ચાર રસ્તાથી કુબેરનગર સરદારગ્રામ રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સુધીનો રોડ 18 મીટર પહોળો કરવા રસ્તામા આવતી જમીન અને મકાનનો પ્રત્યક્ષ કબજો મેળવવા 250થી વધુ મિલકતના ધારકોને ઉપરદળ દુર કરવા નોટિસ અપાઈ છે.


મકાનો તૂટતા લોકો રસ્તા પર આવી જશે


18 મીટરનો રોડ પહોળો કરવા બંને બાજુએ વસતા છારાનગરનો અડધો વિસ્તાર અને ઉત્તર દિશામાં આવેલ બંગલા વિસ્તારમા રહેતા પરિવારોની મિલકત દુર થવાથી આ મિલકત ધારકો રોડ ઉપર આવી જશે.છારાનગરની અંદાજે 150 મિલકત મ્યુનિ.ના આ અમલના કારણે કપાતમા જતા રહીશો રોડ ઉપર આવી જશે. કુબેરનગર બંગલા એરીયામા પણ અંદાજે 100 થી વધુ મિલકત ટી.પી.સ્કીમ અને રોડ પહોળો કરવાની કાર્યવાહીથી રોડ ઉપર આવી જશે. 1952થી મુકિત સ્થળની બાજુમા છારાનગરમા રહીશો વસવાટ કરી રહયા છે. જેમની જમીન-મિલકત કપાતમા જાય છે એમના તરફથી મ્યુનિ.સમક્ષ વાંધા-સુચન રજુ કરવામા આવ્યા હતા.આમ છતાં પણ રોડ પહોળો કરી ટી.પી.સ્કીમ.નો અમલ કરવાના નામે એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારતા સ્થાનિક રહીશોમા ઉગ્ર રોષ જોવા મળી રહયો છે.


છારા સમાજમાં જબરદસ્ત રોષ


ટી.પી.સ્કીમ.ના અમલના નામે ફટકારવામાં આવેલ નોટિસને લઈ છારા સમાજમાં રોષ જોવા મળ્યો છે. મ્યુનિ.અધિકારીઓએ અમને અવગણીને ટી.પી.સ્કીમ ફાઈનલ કરી હોવાનો તેમનો આક્ષેપ છે.આ અમલથી જે લોકોને અસર થવાની છે એ પૈકી વિકલાંગ અને વિધવા બહેનોનું પ્રમાણ સૌથી વધુ છે. અમારા માટે આ વિસ્તાર છોડી અન્ય સ્થળે જવુ ખુબ મુશ્કેલ છે.જેથી આ ટી.પી.ને તાત્કાલિક રદ કરવા અમારી માંગ છે.


ઈમ્પેકટ ફી ભરી છતાં  મકાનો તુટશે


હરીદર્શન ફલેટના રોડ ઉપરના કટીંગમા આવતા 16 મકાન કે જે ફ્લેટના બાંધકામના કોલમ ઉપર આવેલા છે.જેને તોડવાથી પુરા ફલેટને નુકસાન થાય એમ છે.ફલેટના ધાબા ઉપર પાણીની ટાંકી આવેલી છે. જે પુરા ફલેટને પાણી પુરુ પાડે છે.જેને પણ અસર થશે. ઈમ્પેકટ ફી ભરી જે તે સમયે બાંધકામ મંજુર કરાવવામા આવ્યુ હતું.


વર્ષ-2016ના ઠરાવની તંત્ર તરફથી કોઈ જાણ કરવામા આવી નથી


મ્યુનિ.તરફથી રહીશોના મંગાવવામા આવેલ વાંધા-સુચનમા પણ રહીશોએ રજુઆત કરી હતી કે,જે તે સમયે ટી.પી.સ્કીમ બનાવવાની હતી એ સમયે અમને મ્યુનિસિપલ કોર્પોરેશન કે રાજય સરકાર તરફથી ડ્રાફટ ટી.પી.સ્કીમ-96(બી) સૈજપુર બોઘાના વર્ષ-2016ના ઠરાવની કોઈ માહિતી કે કાગળ આપવામા આવ્યો નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?