ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ગુજરાત ચૂંટણી નજીક આવતા સક્રીય થઈ છે. કોંગ્રેસમાં હલચલ દેખાઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી વડોદરામાં ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી શકે છે. ઉપરાંત આણંદમાં મહિલા સંમેલનમાં પણ ભાગ લઈ શકે છે.
ભાજપ અને આપ બાદ કોંગ્રેસ શરૂ કરશે ચૂંટણી પ્રચાર
વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચારમાં લાગી ગયો છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રસે પણ ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં જન સભા સંબોધી હતી. ત્યારે પ્રિયંકા ગાંધી વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર કરવાના છે. આમ આદમી પાર્ટી, ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. ત્યારે પ્રિયંકા ગાંધીની મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.