આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી સિરયસ થઈ પ્રચારના કામે લાગી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પર ધ્યાન ન આપી ભારત જોડો યાત્રા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તેની પર સવાલ ઉભો થયો છે. રાહુલ ગાંધી બીજા કામમાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં પ્રચારનું કાર્ય પ્રિયંકા ગાંધી કરી શકે છે.
પ્રિયંકા ગાંધી કરી શકે છે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ
ગુજરાતમાં પ્રચાર કરવા આપ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન, અમિત શાહ તેમજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવી નથી રહ્યા. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ ગંભીર બનવું જોઈએ. પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રચારની કમાન સંભાળી શકે છે કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરવામાં વ્યસ્ત છે. ગુજરાત કોંગ્રેસને હાલ વ્યવસ્થિત સંગઠનની જરૂર છે. કોંગ્રેસમાં હાલ પ્રિયંકા ગાંધી જ એક વ્યક્તિ છે જે આ કાર્યને સંભાળી શકે છે.