રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. હાલ આ યાત્રા મહારાષ્ટ્રમાં છે. ત્યારે અંદાજ પ્રમાણે આ યાત્રા આ સપ્તાહમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. મળતી માહિતી પ્રમાણે આ યાત્રામાં થોડા દિવસો બાદ પ્રિયંકા ગાંધી પણ સામેલ થવાના છે. 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેવાના છે.
ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા પ્રિયંકા ગાંધી
ભારત જોડો યાત્રાએ અંદાજીત 3570 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દીધી છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા કાશ્મીર સુધી પહોંચવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે 23 નવેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થવાના છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશથી આ યાત્રામાં જોડાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તેના કારણે તેઓ હજી સુધી આ યાત્રામાં ભાગ લઈ શક્યા ન હતા.