ગુજરાતમાં ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે... તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પોતાના ઉમેદવારના સમર્થન માટે રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને સભાને સંબોધી રહ્યા છે... ત્યારે બનાસકાંઠા તેમજ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે.. બનાસકાંઠાના લાખણીમાં તેઓ જનસભાને સંબોધવાના છે...
ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર
લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રચારની કમાન સંભાળવામાં આવી છે... પહેલી અને બીજી મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા.. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને તેમણે સંબોધી.. બનાસકાંઠામાં પીએમ મોદીની જનસભા હતી તેનો ઉલ્લેખ અનેક વખત ગેનીબેન ઠાકોરે કર્યો.... ત્યારે ગેનીબેન તેમજ ચંદનજી ઠાકોરના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભાને સંબોધવાના છે..
ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં બનાવ્યો છે માહોલ!
મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા અનેક વખત થતી હોય છે... ગેનીબેન દ્વારા ચૂંટણીને લઈ માહોલ બનાવવામાં આવ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન પણ અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે.. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે.. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના લોકો કોને મત આપી સંસદ પહોંચાડે છે...