સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે... આજે સત્રનો ત્રીજો દિવસ છે.. પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે આજે શપથ લીધા છે... વાયનાડની પેટા ચૂંટણીમાં પ્રિંયંકા ગાંધી સાંસદ બન્યા છે... શપથ લેતા સમયે પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની કોપી રાખી હતી.. આ સમયે માતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.. ગાંધી પરિવારના ત્રણ સભ્યો એક સાથે સંસદમાં હશે... પ્રિયંકા ગાંધી ઉપરાંત નાંદેડથી પેટા ચૂંટણી જીતનારા રવિન્દ્ર ચવ્હાણે પણ શપથ લીધા છે....
12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહીને કરવામાં આવી સ્થગિત
દેશની સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે... સત્રની કાર્યવાહી શરૂ થાય છે પરંતુ હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે... માત્ર થોડી મિનીટો માટે સત્રની કામગીરી થાય છે... હોબાળો થતાં જ કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવે છે... આજે કાર્યવાહી 11 વાગ્યે શરૂ થઈ પરંતુ વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે કરવામાં આવેલા હોબાળાને કારણે 12 વાગ્યા સુધી કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે...