પ્રિયંકા ગાંધીની લોકસભા ઉમેદવારી અંગે કોંગ્રેસે લીધો આ મોટો નિર્ણય, સોનિયા ગાંધીના ચૂંટણી લડવા મુદ્દે પાર્ટીમાં અસમંજસ


  • Published By :
  • Published Date : 2023-06-09 14:55:24

આગામી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કર દીધી છે. જો કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ગાંધી પરિવારમાંથી આવતા પ્રિયંકા ગાંધી લોકસભા-2024ની ચૂંટણી લડશે કે કેમ  તેને લઈ અસમંજસની સ્થિતી પ્રવર્તે છે. જો કે આજે પ્રિયંકા ગાંધીની લોકસભા ઉમેદવારીને લઈ કોંગ્રસે મહત્વનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને નેતા પ્રિયંકા ગાંધી ગાંધી લોકસભાની ચૂંટણી લડશે નહીં. સોનિયા ગાંધીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયા ગાંધીની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે.


પ્રિયંકા ગાંધી સમગ્ર દેશમાં કરશે પ્રચાર
 

સોનિયા ગાંધી 2024માં ગાંધી પરિવારની પરંપરાગત રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. જો કે પ્રિયંકા ગાંધીએ એક બેઠક પર ચૂંટણી લડવાને બદલે આખા દેશમાં પાર્ટી અને યુપીએ ગઠબંધન માટે પ્રચાર કરવો જોઈએ. પાર્ટીના નેતાઓએ કહ્યું કે પ્રિયંકાએ પ્રચાર માટે માત્ર ઉત્તર પ્રદેશ સુધી મર્યાદિત રહેવું જોઈએ નહી પરંતુ આખા દેશમાં પ્રચાર કરવો જોઇએ. કોંગ્રેસ પાર્ટીના મોટાભાગના નેતાઓનું માનવું છે કે પ્રિયંકા ગાંધી મોટા સ્ટાર પ્રચારક બની શકે છે, તેથી તેમણે લોકસભાની ચૂંટણી ન લડવી જોઈએ. જોકે, કેટલાક નેતાઓનું માનવું હતું કે લોકસભાની ચૂંટણી લડવાથી પ્રિયંકા એક મોટા ચહેરા તરીકે ઉભરી આવશે. મોટાભાગના નેતાઓ એવું પણ માને છે કે કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં કોઈને પણ PM ચહેરા તરીકે આગળ કરવા જોઇએ નહીં જેનાથી સાથી પક્ષો વધુ આત્મવિશ્વાસ સાથે યુપીએ ગઠબંધનમાં જોડાઈ શકશે.


અમેઠીથી કોણ લડશે ચૂંટણી?


ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભાની સીટ નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત સીટ છે, આ વખતે અમેઠીથી કોણ ચૂંટણી લડશે? તે અંગે કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે નહેરુ-ગાંધી પરિવારનો કોઈ પણ સભ્ય અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.નહેરુ-ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીને હવે અમેઠી બેઠકમાં રસ નથી. મહાગઠબંધનની સ્થિતિમાં કોંગ્રેસ અમેઠીની બેઠક પર દાવો કરશે નહીં. મહાગઠબંધન થાય તો કોંગ્રેસ આ બેઠક સાથી પક્ષો માટે છોડી દે તેવી પ્રબળ સંભાવના છે. જ્યારે સોનિયા ગાંધીના ચૂંટણી લડવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સોનિયા આ વખતે ચૂંટણી નહીં લડે તો પણ રાયબરેલીથી કોંગ્રેસનો જ કોઇ ઉમેદવાર જ ચૂંટણી લડશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..