'આ દેશના PM કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખી દો', પ્રીયંકાના મોદી સરકાર પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-03-26 12:58:54

દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર કોંગ્રેસના સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે સંસદમાં મારા શહીદ પિતાનું અપમાન થાય છે ત્યાં શહીદ વડાપ્રધાનના પુત્રને મીર જાફર કહેવામાં આવે છે. મારા આખા પરિવારનું અપમાન થાય છે, સમગ્ર કાશ્મીરી સમાજના રિવાજોનું અપમાન થાય છે, પરંતુ આ પછી પણ તેમની સામે કોઈ કેસ નથી થતો. એ ચિત્ર આજે પણ મારા મગજમાં છે. મારા પિતાનો મૃતદેહ આ ત્રિરંગામાં લપેટાયેલો હતો. તેની પાછળ ચાલતો-ચાલતો મારો ભાઈ અહીં સુધી આવ્યો હતો. 


સંસદમાં પરિવારનું અપમાન


તેમણે સંસદમાં નહેરૂ-ગાંધી પર થતા અપમાન અંગે પણ સરકાર પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું સંસદમાં શહીદના પિતાનું સંસદમાં અપમાન થાય છે. તમે શહીદના પુત્રને દેશદ્રોહી કહો છો અને મીર જાફર કહો છો. તેની માતાનું અપમાન કરો છો. તમારા (કેન્દ્ર સરકારના) મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરો છો, એક મંત્રી કહે છે કે રાહુલ ગાંધીને ખબર નથી કે તેમના પિતા કોણ છે?


32 વર્ષ જૂની ઘટના યાદ કરી


પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'મને 32 વર્ષ જૂની ઘટના યાદ આવી, મે 1991ની વાત. મારા પિતાની અંતિમયાત્રા તીન મૂર્તિ ભવનથી નીકળી રહી હતી. હું મારી માતા અને ભાઈ સાથે કારમાં બેઠી હતી, સામે ભારતીય સેનાની એક ટ્રક હતી. જેમાં ફૂલોથી લદાયેલી તે ટ્રક હતી, તેના પર મારા પિતાની લાશ હતી. કાફલો થોડીવાર ચાલ્યો, પછી રાહુલ કહેવા લાગ્યો કે મારે નીચે ઉતરવું છે. માતાએ ના પાડી. રાહુલે આગ્રહ કર્યો, મેં કહ્યું તેને નીચે ઉતરવા દો. રાહુલ કારમાંથી નીચે ઉતર્યો અને આર્મી ટ્રકની પાછળ ચાલવા લાગ્યો. ધોમધખતા તડકામાં ત્રણ મૂર્તિથી લઈને પિતાની અંતિમયાત્રાની પાછળ ચાલીને અહીં પહોંચ્યો. આ સ્થળથી 400-500 મીટર દૂર... મારા ભાઈએ મારા શહીદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા.


PM પર કર્યા જોરદાર પ્રહાર


પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'આ દેશના વડાપ્રધાન કાયર છે, મારા પર કેસ કરો, મને જેલમાં નાખો... હું ડરતી નથી. પરંતુ સત્ય એ છે કે દેશના વડાપ્રધાન કાયર છે. પોતાની સત્તાની તાકાત પાછળ છુપાયેલો છે. તે ઘમંડી છે અને આ દેશની બહુ જૂની પરંપરા છે, હિંદુ ધર્મની જૂની પરંપરા છે કે અહંકારી રાજાને જનતા જવાબ આપે છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..