ઉત્તર પ્રદેશના રાયબબરેલીમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધી હવે રાજ્ય સભા દ્વારા તેમની રાજનીતિ કરશે. તેમણે રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર તરીકે તેમનું નામાંકન પણ ભરી દીધું છે. હવે સોનિયા ગાંધીના બદલે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર બની શકે છે. રાયબરેલીમાં ગાંધી પરિવારના વારસાને સંભાળવાની જવાબદારી હવે પ્રિયંકા પર આવી છે.
કોણ હશે બિજેપીનો ઉમેદવાર
પ્રિયંકા ગાંધીની ઉમેદવારી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપ રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીની સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી શકે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્મૃતિ ઈરાની છેલ્લા ઘણા સમયથી અમેઠીની સાથે-સાથે રાયબરેલીમાં સક્રિય રહી છે. તેથી સ્મતિ ઈરાનીની શક્યતા વધુ જણાઈ રહી છે.
અદિતી સિંહના નામની પણ ચર્ચા
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલી અદિતી સિંહ પણ રાયબરેલીમાં પ્રિયંકાને પડકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન અદિતી સિંહે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને જીત મેળવી હતી. ત્યારે પણ તેમણે પ્રિયંકાને રાયબરેલીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સ્થિતીમાં ભાજપ બીજા વિકલ્પ તરીકે અદિતી સિંહને રાયબરેલી લોકસભા સીટ માટે ટિકિટ આપી શકે છે.