Ahmedabadમાં ખાનગી બસ ચાલકે સર્જ્યો અકસ્માત, ઘટનામાં મહિલાનું થયું મોત, સામે આવ્યા વિચલીત કરી દે તેવા સીસીટીવી ફૂટેજ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 14:37:22

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.  કોઈ એકની ભૂલ બીજા માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. હિટ એન્ડ રનના બનાવમાં અનેક પરિવારના સભ્યોને ગુમાવ્યા હશે. ત્યારે અમદાવાદના શિવરંજનીમાં એક બનાવ બન્યો હતો જેમાં બાઈક પર બે લોકો જઈ રહ્યા હતા. પાછળથી ખાનગી બસ આવી. બાઈકને ટક્કર મારી. આ અકસ્માતમાં મહિલાનું મોત થઈ ગઈ ગયું છે. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે એકદમ વિચલીત કરી દે તેવા છે. અકસ્માત સર્જીને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એવી માહિતી સામે આવી છે કે પોલીસે બસ ચાલકની ધરપકડ કરી લીધી છે. 

બસ ચાલકે યુવતીને કચડી નાખી! 

અમદાવાદના શિવરંજનીમાં એક અકસ્માત બન્યો હતો જેમાં એક મહિલાનું મોત થઈ ગયું. એ મહિલા જેની ડોલી થોડા સમય બાદ ઉઠવાની હતી તેની અર્થી ઉઠી છે. એક ખાનગી બસની અડફેટે બાઈક સવાર આવ્યા હતા.એ ટક્કર એટલી ભયંકર કરી હતી કે ઘટનાસ્થળ પર યુવતીનું મોત થયું હતું. બસ ચાલકે યુવતીને કચડી નાખી હતી. રોડ અકસ્માતની ઘટનામાં ધરખમ વધારો નોંધાયો છે. અનેક પરિવારનો માળો અકસ્માતને કારણે વિખેરાયો છે. અનેક લોકોએ પોતાના સ્વજનને અકસ્માતમાં ગુમાવ્યા હશે. 

Ahmedabad News: 22-yr-old dies as bus runs over her at Shivranjani Ahmedabad News: બાઇક પર સવાર કપલને ખાનગી બસે મારી ટક્કર, મંગેતરની સામે જ રોડ પર યુવતીનું મોત

22 વર્ષીય યુવતીનું થયું મોત જેના થવાના હતા લગ્ન 

અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં કોઈ બીજાની ભૂલ કોઈ માટે સજા સાબિત થતી હોય છે. જે બસથી આ અકસ્માત સર્જાયો છે તે બસ પાલડીની પટેલ ટ્રાવેલ્સની ઓફિસથી  મુન્દ્રા જઈ રહી હતી. બસ શિવરંજની પહોંચે છે અને બાઈક સવારને અડફેટે લે છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જે મહિલાનું મોત થયું તે 22 વર્ષની હતી. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં આ આખી ઘટના કેદ થઈ છે.  આ સીસીટીવી ફૂટેજ એકદમ ડરાવના છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત સર્જીને ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ચાલક પોલીસની પકડમાં છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?