બાબા બાગેશ્વરના અમદાવાદમાં યોજાનારા દિવ્ય દરબારમાં 1500 સ્વયંસેવકો અને 500 બાઉન્સર આપશે સેવા, સમગ્ર ડોમ CCTVથી સજ્જ કરાશે


  • Published By :
  • Published Date : 2023-05-22 17:22:57

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર  તરીકે પ્રખ્યાત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્યમાં સુરત,અમદાવાદ અને રાજકોટમાં બાબા બાગેશ્વર ત્રણ દિવ્ય દરબાર પણ યોજાવાના છે. બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિવ્ય દરબારમાં મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. 100 જેટલી મહિલા બાઉન્સર સુરક્ષામાં રહેશે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા સજ્જ કરાશે. આયોજક પરિવાર દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે જમવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી તારીખ 29 અને 30 મેના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળની આયોજકોએ મુલાકાત લીધી હતી. 


કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 બાઉન્સર


ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામા આવનાર મકાન બહાર જ ડોમ બાંધવામાં આવી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર રહેશે. સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે.આ કાર્યક્રમમાં હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે.


રાજકોટમાં યોજાનારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ


રાજકોટ શહેરમાં યોજાનારા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર યોજાશે. આ માટે શરૂ થયેલા કાર્યાલયની મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય દર્શિતા બેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. 


સુરતમાં 1 લાખ લોકો ઉમટશે


સુરતના લીંબાયતમાં 26 અને 27 મેના રોજ  બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. જેને લઈને તૈયારી ચાલી રહી છે. બાબાના દરબાર માટે નીલગીરી ગ્રાઉન્ડમાં સ્ટેજ બનાવાયો છે. હાલ ગ્રાઉન્ડ પર પેચવર્ક અને લાઈટ એન્ડ સાઉન્ડની કામગીરી ચાલી રહી છે. કાર્યક્રમની તૈયારીની સમીક્ષા માટે ભાજપ ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલય ખાતે બેઠક મળી હતી.બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ આમંત્રણ અપાયું છે. આ દિવ્ય દરબારમાં સુરત અને આસપાસના વિસ્તારમાંથી એક લાખ લોકો દરબારમાં ભાગ લેવા પહોંચશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?