ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અને કેન્દ્રના ભાજપના નેતાઓએ આજથી કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે. કેન્દ્રના સ્ટાર પ્રચારકો અને ગુજરાતના ભાજપના મોટા નેતા ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે અને સભાઓ પણ ગજવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ આવતીકાલથી દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
આ પ્રવાસમાં પ્રધાનમંત્રીની નજર સૌરાષ્ટ્ર પર
આવતીકાલે સાંજે સાડા છ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વલસાડ ખાતે વિજય સંકલ્પ જન સંમેલન સંબોધશે. પ્રધાનમંત્રી વાપીની મુલાકાત લેશે ત્યારબાદ અમરેલીમાં સભા યોજશે. પ્રધાનમંત્રી અમરેલીમાં 20 નવેમ્બરે જે જગ્યા પર સભા સંબોધશે તે જ જગ્યા પર અને તે જ સભા મંડપમાં 22 નવેમ્બરે રાહુલ પણ સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર પર ખાસ ફોકસ કરશે. સૌરાષ્ટ્રમાં પ્રચાર પહેલા પ્રધાનમંત્રી મોદી સોમનાથ ખાતે દાદાના દર્શન કરશે અને ત્યાર બાદ ધોરાજી, વેરાવળ, બોટાદ અને અમરેલીમાં પ્રધાનમંત્રીની સભા યોજાશે. પ્રધાનમંત્રી આ વખતે પોતાનો પણ રેકોર્ડ તોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરશે.