દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ
છે. પોતાના નિર્ણયોને કારણે વડાપ્રધાન મોદીએ દેશમાં જ નહિં પરંતુ દુનિયાભરના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ત્યારે વડાપ્રધાન મોદીના 72માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. દેશભરમાં તેમજ ગુજરાતમાં તેમના જન્મદિવસને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.
વિવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન
વિવિધ સેવાકીય કાર્યો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આજથી
લઈ 2 ઓકટોબર સુધી તેમના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં
આવશે.
બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન
નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજાવાના છે. ઉપરાંત
નરેન્દ્ર મોદીના જુદા- જુદા પેઈન્ટિંગનું પ્રદર્શન રવિશંકર આર્ટ ગેલેરી ખાતે
કરવામાં આવ્યું છે. દુબઈના ચિત્રકાર દ્વારા બનાવામાં આવેલા પેઈન્ટિંગ પ્રદર્શન રાખ્વામાં આવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાશે. આ પ્રદર્શન અમદાવાદ, સુરત,
વડોદરા તેમજ રાજકોટ ખાતે પણ રાખવામાં આવશે. ઉપરાંત અનેક સરકારી યોજનાઓની પણ
જાહેરાત કરવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ થકી વિશ્વ રેકોર્ડ બનાવામાં આવશે.