પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની બે જગ્યા પર ચૂંટણી રેલી સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંડી જિલ્લાના સુંદરનગરમાં રેલી કરશે અને બપોરે 3 વાગ્યે સોલનમાં જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી આજે એક દિવસના હિમાચલ પ્રદેશની મુલાકાતે છે.
પ્રધાનમંત્રી મોદી રેલી સંબોધશે
ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી મોદીએ સુંદર નગરના જવાહર પાર્કમાં રેલી કરી હતી. તે સમયે 10 બેઠકોમાંથી 9 વિધાનસભા બેઠકો પર જીત મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોઢ મહિનાની અંદર ચોથીવાર હિમાચલ પ્રદેશની જનતાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની રેલીના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે રાજ્યની જનતાને અને ભાજપના કાર્યકર્તાઓને મોદી પાસેથી માર્ગદર્શન મળશે.
હિમાચલની પરંપરાને તોડશે ભાજપ: મુખ્યમંત્રી જયરામ ઠાકુર
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પણ પરિણામ આવશે. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જંગ કોંગ્રેસ સાથે રહેશે. હિમાચલમાં ગત સાડા ત્રણ દાયકામાં હર પાંચ વર્ષે સત્તામાં પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપ આ વખતે દાવો કરી રહ્યું છે કે હિમાચલની આ રિતને આ વખતે તોડવામાં આવશે અને સતત બીજીવાર ભાજપ સરકાર બનાવશે. 1985થી સતત પાંચ વર્ષ સત્તામાં પરિવર્તન આવી રહ્યું છે.