ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા પાર્ટી દ્વારા પ્રચારનો દોર વધી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ત્યારે ભાજપનો પ્રચાર વડાપ્રધાન મોદી પોતે કરી રહ્યા છે. અનેક વખત ચૂંટણી પ્રચાર માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદી 30 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે જનસભા સંબોધવાના છે. પીએમની મુલાકાતને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડોદરામાં પીએમ કરશે હુંકાર
ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે આખી ફોજ ઉતારી છે. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહ પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રચારની કમાન પીએમે પોતાના હાથમાં લીધી હોય તેવું લાગે છે. વારંવાર પીએમ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ આવવાના છે. વડોદરાના લેપ્રેસી મેદાન ખાતે તેઓ જનસભા સંબોધવાના છે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
અવાર-નવાર ગુજરાતની પીએમ લઈ રહ્યા છે મુલાકાત
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ભાજપના સ્ટાર પ્રચારક હોવાને કારણે તેઓ અનેક વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ઘણી વખત તો તેઓ દિલ્હી પહોંચ્યા ન હોય તે પહેલા ફરી ગુજરાત કયારે આવશે તે તારીખ જાહેર થઈ જતી હોય છે.