પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે સવારે સાડા દસ કલાકે વીડિયો કોન્ફરન્સથી રાજ્યોના ગૃહમંત્રીઓ સાથે ચિંતન શીબીર સંબોધશે. ચિંતન શીબીર 27 અને 28 ઓક્ટોબરના રોજ હરિયાણાના સુરજકુંડ ખાતે યોજાશે.
ચિંતન શિબિરમાં કોણ હાજર રહેશે?
હરિયાણાના સુરજકુંડમાં યોજનાર ચિંતન શીબીરમાં રાજ્યોમાં ગૃહમંત્રીઓ, ગૃહ સચિવો, રાજ્યોના પોલીસ વડા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના મહાનિર્દેશકો હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકોને વીડિયો કોન્ફરન્સથી સંબોધશે.
શા માટે યોજવામાં આવશે ચિંતન શિબિર?
ચિંતન શીબીર દેશની આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિ ઘડતર માટે યોજવામાં આવે છે. ચિંતન શીબીરમાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સહકારી સંઘવાદની ભાવનામાં આવેલી શીબીર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંવાદ થાય તેના માટે પણ કામ કરે છે. આ શિબિર પોલીસ દળોના આધુનિકીકરણ, સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં આઈટીનો વધતો ઉપયોગ, ભૂમિ સરહદ વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા, મહિલા સુરક્ષા, ડ્રગ હેરફેર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.