રાજસ્થાનમાં પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનથી દિલ્હી સુધી ટ્રેન કરાઈ શરૂ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-12 09:58:27

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે. થોડા સમય પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. ત્યારે આજે રાજસ્થાનને પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. પીએમ મોદી આજે ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. દિલ્હીથી પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે. નવી દિલ્હીથી પીએમ મોદી રાજસ્થાનની વંદે ભારત ટ્રેનનું ઉદ્ધાટન કરવાના છે. જયપુરથી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનમાં સફર કરવાના છે. 13 એપ્રિલથી ટ્રેનને સામાન્ય મુસાફરો માટે શરૂ કરાશે. અજમેરથી દિલ્હી સુધી આ ટ્રેન અઠવાડિયાના 6 દિવસ સુધી દોડશે.

         


રાજસ્થાનની વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલી ઝંડી

વંદે ભારત ટ્રેનને પીએમ મોદી આજે લીલી ઝંડી બતાવાના છે. અનેક રૂટમાં આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં ટ્રેનની સુવિધાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ્યારે પીએમ મોદી દક્ષિણ ભારતની મુલાકાતે ગયા હતા તે દરમિયાન બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે રાજસ્થાનની વંદે ભારત ટ્રેનની શરૂઆત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવાના છે. આ ટ્રેન અજમેરથી લઈ દિલ્હી સુધી જવાની છે. અઠવાડિયાના 6 દિવસ આ ટ્રેનને દોડાવવામાં આવશે. મેન્ટેન્સ માટે બુધવારે ટ્રેન નહીં દોડાવવામાં આવે.


અનેક વખત વંદે ભારત ટ્રેનને નડ્યો છે અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. કોઈ વખત રખડતાં પશુઓ રસ્તામાં આવી જતા હોય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવતો હોય છે. અકસ્માત થવાને કારણે અથવા તો પથ્થરમારો થવાને કારણે ટ્રેનને મોટા પાયે નુકસાન પહોંચતું હોય છે. ત્યારે આ ટ્રેન કોઈ અકસ્માતનો ભોગ ન બને તેવી આશા.   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..