ભોલે બાબાના શરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરાખંડને આપશે અનેક ભેટ-સોગાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:26:40

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાતે છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં જતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન ભોલેની સમક્ષ માથું નમાવ્યું હતું. કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ રૂદ્રાભિષેક પણ કર્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાતે આવ્યા છે. દર્શન ઉપરાંત ઉત્તરાખંડને 3400 કરોડ રૂપિયાની વિકાસ કામોની ભેટ પણ આપવાના છે. વડાપ્રધાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિગુરૂ શંકરાચાર્યની સમાધિની પણ મુલાકાત લીધી હતી.  બદ્રીનાથ ધામની પણ પીએમ મોદી મુલાકાત લેવાના છે. 

અનેક વિકાસના કામોનું કરશે શિલાન્યાસ       

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ખાસ ડ્રેસ ડોરામાં જોવા મળ્યા હતા. કેદારનાથની મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યપાલ, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમજ કેબિનેટ મંત્રી જોવા મળ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યસ કર્યો હતો. આ રોપ-વે 9.7 કિલોમીટર લાંબો હશે. અને આ રોપ-વે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલ આ અંતર કાપવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગે છે પરંતુ રોપ-વે બન્યા બાદ આ સમય માત્ર 30 મિનિટમાં પૂર્ણ થશે. અને ચીનની સરહદે આવેલા માણા ક્ષેત્રમાં બે હાઈવે સંબંધિત યોજનાઓનું ખાતમૂહુર્ત કરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?