રામની નગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવશે, 5100 દિવડાથી કરશે સરયૂ નદીની આરતી


  • Published By :
  • Published Date : 2022-10-23 14:50:04

દર વર્ષે રામનગરી અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં દિવાળી દરમિયાન દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિપોત્સવનું આયોજન કરવામાં આવવાનું છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા ખાતે ઉપસ્થિત રહેશે.

  

અયોધ્યામાં ચાલી રહી છે તડામાર તૈયારી

દિવાળીના તહેવારને લઈ સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. દિપોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે અંદાજીત 17 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. આ વર્ષે પણ વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવશે, વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ તો સાંજે 4.55 વાગ્યે રામલલ્લાની પૂજા કરશે. ત્યારબાદ રામ મંદિર નિર્માણનું નિરિક્ષણ કરશે. તે બાદ 6.25 વાગ્યે સરયૂ નદીની આરતીમાં ભાગ લેશે. 6.40 વાગ્યે રામની પીઠડી ખાતે આયોજીત દિપોત્સવમાં ભાગ લેશે. પીએમ મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે આવતા રામનગરી અભેદ્ય સુરક્ષા કવચમાં ફેરવાઈ ગઈ છે.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.