PM મોદીએ લોન્ચ કરી અમૃત ભારત સ્ટેશન યોજના, દેશના 508 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે


  • Published By :
  • Published Date : 2023-08-06 13:53:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી. તેમણે AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર ભારતમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે PM મોદીએ કહ્યું કે વિકાસના લક્ષ્ય તરફ આગળ વધી રહેલ ભારત તેના અમૃત સમયગાળાની શરૂઆતમાં છે. નવી ઉર્જા, પ્રેરણા છે, સંકલ્પ છે. ભારતીય રેલવેના ઈતિહાસમાં પણ એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. ભારતના લગભગ 1300 મોટા રેલ્વે સ્ટેશનોને હવે અમૃત ભારત રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે અને તેને આધુનિકતા સાથે પુનઃવિકાસ કરવામાં આવશે.


PM મોદીએ શું કહ્યું?


PM મોદીએ  અમૃત ભારત સ્ટેશન યોજના લોન્ચ કરી ત્યારે જણાવ્યું હતું કે આનાથી દેશના તમામ રાજ્યોને ફાયદો થશે. ઉત્તર પ્રદેશમાં લગભગ રૂ. 4500 કરોડના ખર્ચ સાથે 55 AMRUT સ્ટેશનો વિકસાવવામાં આવશે. રાજસ્થાનના 55 રેલવે સ્ટેશન પણ અમૃત રેલવે સ્ટેશન બનશે. તેમણે રેલવે મંત્રાલયની પ્રશંસા કરી અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે રેલ્વેમાં જેટલું કામ થાય છે તે દરેકને ખુશ અને આશ્ચર્યચકિત કરે છે. વિશ્વના દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશોમાં જેટલું રેલવે નેટવર્ક છે તેના કરતાં વધુ રેલ પાટા  દેશમાં આ છેલ્લા  9 વર્ષમાં નાખવામાં આવ્યા છે. એકલા છેલ્લા વર્ષમાં દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં ભારતમાં વધુ રેલ ટ્રેક બનાવવામાં આવ્યા છે.


પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ


વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ પુનર્વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ રૂપિયા હશે અને તે મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. આ યોજના હેઠળ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 55-55, બિહારના 49, મહારાષ્ટ્રના 44, પશ્ચિમ બંગાળના 37, મધ્ય પ્રદેશના 34, આસામના 32, ઓડિશાના 25, પંજાબના 22, ગુજરાત અને તેલંગાણાના 21-21, ઝારખંડના 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના 18, હરિયાણાના 15 અને કર્ણાટકના 13 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.