વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલના પ્રવાસે, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ ભાજપના કાર્યકરોને કર્યા સંબોધિત, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-27 13:34:51

દેશને અનેક વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે. ત્યારે આજે દેશને વધુ પાંચ વંદે ભારત ટ્રેનની ગિફ્ટ મળી છે. ભોપાલથી વર્ચુઅલી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. કમલાપતિ રેલવે સ્ટેશનથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. પહેલા પીએમ મોદીએ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા-મુંબઈને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી તે બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી ટ્રેનોને દેશને સમર્પિત કરી છે.

 


પીએમ મોદીએ કાર્યકર્તાઓને કર્યા સંબોધિત  

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીને લઈ પ્રચાર પણ પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારનો આરંભ પીએમ મોદીએ ભોપાલથી કર્યો છે. એક સાથે પીએમ મોદીએ પાંચ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ભોપાલના નહેરૂ સ્ટેડિયમમાં મારૂ બૂથ, સૌથી મજબૂત અભિયાન હેઠળ લાખો કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે. અંદાજીત 64100 બૂથના કાર્યકરોને ડિજિટલી પીએમ મોદીએ સંબોધ્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતી વખતે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપી હતી. 


ભાજપના કાર્યકરોનો પીએમ મોદીએ વધાર્યો ઉત્સાહ

ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભાજપની સૌથી મોટી તાકાત પાર્ટીના કાર્યકરો છે. તેમણે કહ્યું કે તમે કરેલી મહેનતની માહિતી સતત મારા સુધી પહોંચી રહી છે. જ્યારે હું અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ મને આ માહિતી મળતી હતી. તેથી જ ત્યાંથી મારા આગમન પર તમને સૌપ્રથમ મળવું મારા માટે વધુ સુખદ અને આનંદદાયક છે. ભાજપની સૌથી મોટી તાકાત તમે બધા કાર્યકરો છો. તે સિવાય વિપક્ષ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. 


શિવરાજસિંહ ચૌહાણે પણ લોકોને કર્યા સંબોધિત 

આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડા તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે  'અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયું છે. આજે દરેક દેશ મોદી મંત્રનો જાપ કરી રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?