શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રધાનમંત્રીએ સિકંદરાબાદ-તિરૂપતિ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેન તેલંગાણાથી આંધ્ર પ્રદેશ માટે બીજી ટ્રેન છે. આ પહેલા પીએમ મોદીએ સિકંદરાબાદ- વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. તે સિવાય અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. મહત્વનું છે કે પીએમ મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે. તે સિવાય સિકંદરાબાદ રેલવે સ્ટેશનના 720 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને અન્ય રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
પીએમ મોદીએ કર્યું જનસંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. વાતો વાતોમાં તેમણે તેલંગાણાના સીએમ પણ નિશાન સાધ્યું હતું. તેલંગાણાના સીએમઆ કાર્યક્રમથી દૂર રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કેન્દ્રના અનેક પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો સહયોગ ન મળવાને કારણે યોજનાઓ મોડી પહોંચે છે. જેને કારણે નુકસાન તેલંગાણાના લોકોને થાય છે. મારો રાજ્ય સરકારને આગ્રહ છે કે વિકાસથી જોડાયેલા કામોમાં કોઈ બાધા ન આવવા દે.
પરિવારવાદને લઈ પીએમએ સાધ્યું નિશાન
ઉપરાંત તેમણે કહ્યું કે નવા ભારતના દેશવાસિયોની આશાઓ પૂર્ણ કરવી એ અમારી પ્રાથમિકતા છે. પરંતુ અનેક લોકો વિકાસના આ કાર્યોથી ડરી ગયા છે. જે લોકો પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરે છે, તેમને ઈમાનદારીથી કામ કરતા લોકોથી મુશ્કેલી થાય છે.
અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી ઉપરાંત 720 કરોડના ખર્ચે બનેલું સિકંદરાબાદ રેલવે સ્ટેશનના રિડેવલેપમેન્ટ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. 5 નેશનલ હાઈવે સહિત 11 હજર 300 કરોડની યોજાનાઓનું શિલાન્યાસ કર્યું હતું.