વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉપરાંત લોકાર્પણ કરવાના છે. તે સિવાય રોડ શો કરવાના છે ઉપરાંત જન સંબોધન પણ કરવાના છે. રાજસ્થાનની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ રાજસમંદ જિલ્લામાં આવેલા શ્રીનાથજી મંદિરના દર્શન કર્યા હતા. દર્શન કરવા ગયેલા પીએમ મોદીનું સ્વાગત મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદયપુરથી પીએમ મોદી હેલિકોપ્ટરથી શ્રીનાથજી પહોંચ્યા હતા.
શ્રીનાથજીના શરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી!
રાજસ્થાનમાં રાજકરણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત વસુંધરા રાજેને લઈ પણ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે હતા તો આજે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે છે. રાજસ્થાનના પ્રવાસે ગયેલા પીએમ મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. પીએમ મોદી માવલી મારવાડ બ્રોડગેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે ઉપરાંત સિરોહીમાં પાંચ હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. તે સિવાય રોડ શો પણ કરવાના છે અને સભાને પણ સંબોધિત કરવાના છે.
મંદિરમાં પીએમનું કરાયું સ્વાગત!
વડાપ્રધાન મોદીએ શ્રીનાથજી મંદિરની મુલાકાત કરી હતી. મંદિરમાં પૂજા વિધી કરી હતી. મંદિરની અંદર બેસી પૂજારી સાથે વાત કરતા પણ નજરે પડ્યા હતા. મંદિર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પહેલી વખત શ્રીનાથજીના દ્વારે પહોંચ્યા છે. મંદિરની બહાર સામાન્ય લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે મંદિર પહોંચી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર લોકો ફૂલો વરસાવી રહ્યા હતા.