ભારત પહેલી ડિસેમ્બરથી G-20ની અધ્યક્ષતા સંભાળશે. તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે G-20ના નવા લોગો-થીમ અને વેબસાઈટ લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે. આ એક ભાવના છે જે આપણી રગોમાં વહી રહી છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારોમાં જોડાયો છે.

G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે: મોદી
પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃત મહોત્સવના સમયે જ આપણી પાસે આ મોટો અવસર આવ્યો છે. તમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશે.