પ્રધાનમંત્રી આવતીકાલે એટલે કે ચોથા નોરતે નવરાત્રિ મહોત્સવની મુલાકાત લેશે. રાત્રે 9 વાગ્યે અમદાવાદના GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. 26 સપ્ટેમ્બરથી ગુજરાતના પ્રખ્યાત કલાકારો અહીં ગરબાની જમાવટ કરી રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.
નરેન્દ્ર મોદીએ નવરાત્રિ મહોસ્તવ શરૂ કરાવ્યો હતો
પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવરાત્રિ મહોસ્તવની શરૂઆત કરાવી હતી. ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ ગરબો બની ગયો છે. કોરોનાના કારણે બે વર્ષ બાદ ગરબાનું આયોજન થયું છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે નવરાત્રિનું આયોજન મોકૂફ રખાયું હતું.