હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિરે જઈ માતાજીના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એમાં પણ જો નવરાત્રીમાં શક્તિ પીઠના દર્શનનો અવસર મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગે. નરેન્દ્ર મોદી પણ શક્તિના ઉપાસક છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ શક્તિ પીઠ અંબાજીના દર્શન માટે જવાના છે. એવું માનવામાં આવે છે માતા સતીનું હ્દય આ સ્થાનકે પડ્યું હતું. જેને કારણે આ શક્તિપીઠનું મહાત્મય વધી જાય છે. અંબાજી ખાતે તેઓ દર્શન અને પૂજા કરશે તથા મહાઆરતી પણ ઉતારશે. અંબાજી પર વડાપ્રધાનને અખૂટ વિશ્વાસ છે. વડાપ્રધાન બન્યા તે પહેલા પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત માના આશીર્વાદ લેવા, શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હતા. આવો જોઈએ અંબાજી ખાતે જોડાયેલી તેમની યાદોને વિવિધ તસ્વીરો દ્વારા.