વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચને નિહાળવા ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ગઈકાલે પીએમ મોદી ગુજરાત આવી ગયા હતા. ગાંધીનગર ખાતે તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે સવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. મેચ બાદ પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે બેઠક કરવાના છે.
2024માં યોજાનારી ચૂંટણીને લઈ ઘડાઈ શકે છે રણનીતિ
અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ જોવા આવ્યા હતા. થોડા કલાકો સ્ટેડિયમમાં વિતાવી બંને દેશના વડાપ્રધાન જતા રહ્યા હતા. અમદાવાદથી સીધા વડાપ્રધાન મોદી ગાંધીનગર જવા રવાના થયા. ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જીત મેળવ્યા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે પીએમ મોદી મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ તેમજ રત્નાકર રાજભવન પહોંચી ગયા છે. આ બેઠકમાં પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ પણ રણનીતિ બનાવામાં આવી શકે છે. બેઠક બાદ બપોરના સમયે ફરી દિલ્હી જવા રવાના થઈ શકે છે.