વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ ક્રૂઝ વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર ચાલવાની છે. આ ક્રૂઝની યાત્રા 3200 કિલોમીટરની હશે. વડાપ્રધાન મોદી વર્ચુઅલી આ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હશે. ઉપરાંત પીએમના હસ્તે ચાર કોમ્યુનિટી જેટીનું પણ ઉદ્ધાટન થવાનું છે.
3200 કિલોમીટરની ક્રૂઝ કરશે યાત્રા
કાશીથી બોગીબીલ સુધી આ ક્રૂઝ યાત્રા કરવાની છે. આ ક્રૂઝની સફરનો આનંદ સ્વિટ્જરલેન્ડના 32 પર્યટકો માણશે. 3200 કિલોમીટરની આ યાત્રા 51 દિવસમાં પૂર્ણ થશે. પોતાના સફરમાં આ ક્રૂઝ 27 નદીઓને અને 50 પર્યટક સ્થળોને જોડશે. દુનિયાની સૌથી લાંબી ક્રૂઝ યાત્રા પર નિકળવા તૈયાર છે. ગંગા વિલાસ ક્રૂઝ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે.
બીજા અનેક પ્રોજેક્ટનો પીએમ કરશે શિલાન્યાસ
પીએમ મોદી ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે ઉપરાંત બિહારના બે જિલ્લામાં પાંચ ઘાટનો શિલાન્યાસ પણ કરવાના છે. પશ્મિબંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલ અને ગુવાહટીમાં પૂર્વોત્તર માટે સમુદ્રી કૌશલ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે.