વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડાં હમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે ફરી એક વખત તેમના જેકેટે સૌ કોઈને આકર્ષિત કર્યા છે. બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આભાર પ્રસ્તાવ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જે જેકેટ પહર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાઈકલ કરીને બનાવામાં આવ્યું હતું. સોમવારે બેંગલુરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેકેટ ગિફ્ટ આપવામાં આવ્યું હતું. કંપનીએ પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી આ જેકેટ બનાવ્યું છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી ભેટ
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના કપડા ઉપરાંત તેમનું જેકેટ હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ હોય. સદમાં જે જેકેટ પહેરીને પહોંચ્યા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલું જેકેટ પહેર્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જેકેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું.
પીએમના દરજી પાસે જેકેટ કરાયું છે તૈયાર
PM મોદીએ જે જકેટ પહેર્યું છે તેના માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું,અને પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી અને સામાન્ય જેકેટ બનાવવા માટે લગભગ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે.અને જે જેકેટ બનાવ્યું છે તે ઈન્ડિયન ઓઈલએ ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ તૈયાર કરાવ્યું છે.